વાલોડમાંથી મળી આવેલ મહિલાનું પરિવાર સાથે મિલાપ કરાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વાલોડ નગરમાંથી એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવેલ કે 3-4 કલાકથી એક અજાણ્યા મહિલા ફરી રહ્યા છે, જેથી મદદની જરૂર છે.
ટીમ તાપીને કોલ મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ફોન કરનાર વ્યક્તિ ને મળી હકીકત જાણી તો જણાવેલ કે એક મહિલા છેલ્લા 3-4 કલાકથી વાલોડ શહેરમાં ફરે છે હાલ રાત્રી મનો સમય થયો છે અને વરસાદનું વાતાવરણ છે જેથી તેમની મદદ માટે ટીમને બોલાવેલ. સ્થળ પર મહિલાને મળી કાઉન્સેલિંગ કરતા તેમનું નામ સરનામું જણાવેલ તેમજ તેમની પાસે એક થેલી હતી જેમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હતા જેથી ચોક્કસ એડ્રેસ મળી ગયેલ તેમજ તેમની સાથે વધુ વાતચીત કરતા તેમણે માનસિક બીમારી હોવાનું જણાય છે. નામ સરનામું મળતા તેમને તેમના ગામ ટીમ સાથે મુકવા ગયા તો પરિવારે જણાવેલ કે તેમને માનસિક બીમારી હોવાથી વારંવાર ઘરમાંથી નીકળીને ચાલ્યા જાય છે તેમની માનસિક બીમારીની દવા પણ ચાલે છે એમ જણવેલ. સ્થળ પર પરિવાર નું કાઉન્સેલિંગ કરી તેમનું વ્યવસ્થિત ધ્યાન રાખવા તેમજ યોગ્ય સારવાર કરાવવા જણાવેલ. પરિવાર કલાકોથી તેમને શોધી રહ્યા હતા અને 181 ટીમ તેમને લઈને ઘરે પહોંચી જેથી પરિવારે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
