સોનગઢના હાથી ફળિયામાંથી બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઈ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમા વોન્ટેડ આરોપી પકડવા વોચ/તપાસમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ (૧) મનિષભાઇ મહેશભાઇ ગામીત રહે.સોનગઢ,અલીફનગર, તા.સોનગઢ જી.તાપી (૨) દિનેશભાઇ છબીલદાસ પારધી રહે.સોનગઢ, હાથી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી વોન્ટેડ છે અને હાલમા સોનગઢ ખાતે હાથી ફળીયામા આવેલ હનુમાન મંદિરની સામે ઉભા છે. જેથી મળેલ બાતમી આધારે સોનગઢ, હાથી ફળીયામા આવેલ હનુમાન મંદિરની સામે જતા વોન્ટેડ આરોપીઓ (૧) મનિષભાઇ મહેશભાઇ ગામીત (૨) દિનેશભાઇ છબીલદાસ પારધી નાઓ પકડાઇ જતા તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ અટક કરી એક વિવો કંપનીનો V 2029 મોડલ વાળો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ.૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.

પકડાયેલ આરોપી :- (૧) મનિષભાઇ મહેશભાઇ ગામીત રહે.સોનગઢ,અલીફનગર, તા.સોનગઢ જી.તાપી (૨) દિનેશભાઇ છબીલદાસ પારધી રહે.સોનગઢ, હાથી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખા તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *