પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રીજી ગોપાલ ગૌશાળા સોનગઢ ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરભિ ગૌસેવા પરિવાર, હરિદ્વાર અને કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫ મો જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે શ્રીજી ગોપાલ ગૌશાળા સોનગઢ જિલ્લા- તાપી ખાતે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ઉદ્ધાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી જયંતસિહ રાઠોડ (IAS), પ્રાયોજના અધિકારી, સોનગઢ અને અતિથિ વિશેષશ્રીમા ડો. સુધીર મહેતા આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ વેટરનરી મેડિસિન, કોલેજ ઓફ વેટરનરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, નવસારી તેમજ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, નવસારીના ડોક્ટરો હાજર રહેલ હતા. આ પશુ સારવાર કેમ્પ કાર્યક્રમમાં ૧૮૦ જેટલી ગાયોની સારવાર તેમજ કૃમિની દવાઓ આપવામાં આવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *