અંકલેશ્વરની જીનવાલા હાઇસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન શિબિર યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75 માં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે નમો કે નામ રક્તદાન શિબિરનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર ખાતે તાલુકા કક્ષાએ જીનવાલા હાઇસ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો, કર્મચારીઓ તથા યુવાનોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સંસ્થાનાં પદાધિકારીઓ તથા સંગઠનનાં હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
