મહિન્દ્રા સ્કોર્પીયો કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા વાલોડ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી પ્રોહી. પેટ્રોલીંગમાં નિકળેલા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઇ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે એક કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી નં.- GJ-15-CP-5124 માં એક વ્યકિત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કપુરા થઇ વાલોડ તરફ જનાર છે, જે બાતમી આધારે કપુરા ગામ પાસે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત વર્ણનવાળી કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી નં.- GJ-15-CP-5124ની કપુરા ગામની સીમમાં રોડ પર સામેથી આવી ક્રોસ થવા લાગતા તેને રોકવાનો પ્રયત્ન કરતા સ્કોર્પીયો ગાડીના ચાલકે પોતાના કબ્જાની કાર નહિ રોકી પુરઝડપે હંકારી લઇ નાસી જતા વાલોડ પોલીસ સ્ટેશના પોલીસ માણસોનો ટેલીફોનીક સંપર્ક કરી બાતમી હકિકતની જાણ કરી ઉપરોક્ત સ્કોર્પીયો ગાડીનુ વર્ણન જણાવી તેને રોકવા અંગેની સમજ કરી ખાનગી વાહનો વડે બાતમી હકિકત વાળી ઉપરોક્ત સ્કોર્પીયો કાર નો પીછો કરતા વાલોડ ગામની સીમમાં આવેલ અનમોલ પાર્ક સોસાયટીના ઇલેક્ટ્રીક લાઇનના પોલ પાસેથી પકડી પાડી ચેક કરતા ડીકીના ભાગે પ્લાસ્ટીકની કોથળીઓમાં તેમજ પુંઠાના બોક્ષમાં અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીક તથા કાચની મોટી/નાની બોટલોનો જથ્થો ભરેલ હોય આરોપી- વિજયભાઇ ખોડાભાઇ દસલાણીયા, ઉ.વ.૨૯, રહે. હાલ ફ્લેટ નં.-૩૦૧, સ્ટાર મનોરથ સોસાયટી, શુભમ રેસીડન્સીની બાજુમાં, ખોલવડગામ, તા.કામરેજ, જી.સુરત, મુળ રહે. ગામ- મોટા દેવડીયા, તા.બાબરા, જી.અમરેલી વગર પાસ-પરમિટે પોતાના કબ્જાની કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પીયો કાર નં.- GJ-15-CP-5124 જેની આશરે કિં.રૂ! ૬,૦૦,૦૦૦/-ની માં અલગ અલગ બ્રાન્ડની કંપની સીલબંધ ઇંગ્લીશ દારૂની નાની/મોટી બોટલો કુલ- ૩૧૫ કુલ કિંમત રૂ! ૪,૬૫,૫૫૨/-નો પ્રોહી. મુદ્દામાલ, મોબાઇલ નંગ-૧ જેની આશરે કિં.રૂ! ૫,૦૦૦/- કુલ્લે રૂ! ૧૦,૭૦,૫૫૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપી-
વિજયભાઇ ખોડાભાઇ દસલાણીયા, ઉ.વ.૨૯, રહે. હાલ ફ્લેટ નં.-૩૦૧, સ્ટાર મનોરથ સોસાયટી, શુભમ રેસીડન્સીની બાજુમાં, ખોલવડગામ, તા.કામરેજ, જી.સુરત, મુળ રહે. ગામ- મોટા દેવડીયા, તા.બાબરા, જી.અમરેલી
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇંગ્લીશ દારૂની નાની/મોટી બોટલો કુલ- ૩૧૫ કુલ કિંમત રૂ! ૪,૬૫,૫૫૨/-
(૨) મોબાઇલ નંગ-૧ જેની આશરે કિં.રૂ! ૫,૦૦૦/-
(૩) મહિન્દ્રા સ્કોર્પીયો કાર નં.- GJ-15-CP-5124 જેની આશરે કિં.રૂ! ૬,૦૦,૦૦૦/ ઝકુલ્લે રૂ! ૧૦,૭૦,૫૫૨/- ના મુદ્દામાલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ-
(૧) રાજકોટ શહેર બી-ડીવીઝન પો.સ્ટે. ।। ગુ.૨.નં-૦૦૯૨/૨૦૧૪ જુગાર ધારા કલમ-૧૨ મુજબ
(૨) નવસારી ચીખલી પો.સ્ટે. III ગુ.૨.નં- ૦૨૦૯/૨૦૧૮ પ્રોહી એકટ કલમ-૬૫(એ), ૮૧, ૯૮ મુજબ
(૩) નવસારી ચીખલી પો.સ્ટે. III ગુ.ર.નં- ૦૨૮૭/૨૦૧૮ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ
(૪) સુરત શહેર સરથાણા પો.સ્ટે. III ગુ.ર.નં- ૦૫૩૮/૨૦૧૮ પ્રોહી એકટ કલમ-૬૫(બી) મુજબ
(૫) સુરત શહેર સરથાણા પો.સ્ટે. III ગુ.ર.નં- ૦૩૪૦/૨૦૧૯ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ
(૬) રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ૧૧૨૦૮૦૫૫૨૩૦૦૦૭/૨૦૨૩ પ્રોહી એકટ કલમ-૬પ(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ
(૭) વલસાડ વાપી ટાઉન પો.સ્ટે. ૧૧૨૦૦૦૪૮૨૨૦૭૯૬/૨૦૨૨ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ
(૮) સુરત શહેર ખટોદરા પો.સ્ટે. ૧૧૨૧૦૦૨૩૨૪૧૬૧૩/૨૦૨૪ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ), ૮૧ મુજબ
(૯) સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે. ૧૧૨૧૪૦૨૦૨૪૨૬૫૮/૨૦૨૪ પ્રોહી એકટ કલમ-૬૫(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ
(૧૦) સુરત ગ્રામ્ય પારડી પો.સ્ટે. ૧૧૨૦૦૦૩૮૨૧૦૦૯૪/૨૦૨૧ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ) મુજબ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી, એન.જી. પાંચાણી ઇન્ચાર્જ એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા, એલ.સી.બી., જી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, ડ્રા.પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીના એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઈ, તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા વાલોડ પો.સ્ટે.ના એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ ગુલશનભાઇ, હે.કો. ધર્મેશભાઇ ઉમેશભાઇ, પો.કો. રામભાઇ ભુપેન્દ્રભાઇ પો.કો. દિગ્વિજયસિંહ કોદારસિંહએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
