વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી પતિ – પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી તાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ માનસિક ત્રાસ આપે છે. તેથી ૧૮૧ ની મદદની જરૂર છે.
જેથી તાપી અભયમ ટીમ તરત જ સ્થળ પર દોડી ગઈ. સ્થળ પર પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા એ તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલ છે. સંતાનમા એક બાળક છે. પીડિતા તેમના પતિ અને એક બાળક સાથે પરિવાર સાથે રહે છે. પીડિતાના પતિ નગરપાલિકામાં નોકરી કરતા હતાં પરંતુ છેલ્લાં ઘણાં સમયથી નોકરી પર અમુક દિવસે જતા નથી અને પૈસા પણ ઘર ખર્ચ માટે આપતાં ન હતાં. પીડિતા અને તેમના બાળકોની કોઈ પણ જવાબદારી પૂરી કરતા નથી. પીડિતા તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત પુરી કરવા માટે મજૂરી કામ કરવા માટે જતા હતા. પિડીત બહેનને અને તેમના સાસુ સસરાને તેમનો પતિ ગમેતેવા અપશબ્દો બોલી ગાળાગાળી કરતા અને પિડીત બહેન પાસે વ્યસન કરવા પૈસા માંગતા આ બાબતને લઈને પીડિતાના રોજ તેમના પતિ સાથે ઝઘડાઓ થતા હતા. તેમના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ માનસિક ત્રાસ આપતા હતા તેથી તેમના પતિને સમજાવવા ૧૮૧ની મદદ લીધી હોય.. આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ. ૧૮૧ અભયમની ટીમ દ્વારા પીડિતાના પતિ ને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ જેથી પીડિતા ના પતિએ તેની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્નીને અને સાસુ સસરા ને હેરાન નહી કરે તેમજ તેમની પત્ની અને બાળકોની તમામ જવાબદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ તેથી બંને પતિ અને પત્ની સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ અને ઘર સંસાર તૂટતાં બચાવ્યો હતો. પીડિત મહિલાએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
