તાપી જીલ્લાના ઉચ્છલનાં નારણપુર પાસે બનેલ ધાડના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૪/૦૯/૨૦૨૫ ના આશરે કલાક-૧૫/૩૫ દરમ્યાન મૌજે.નારણપુર ગામ ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે નં.૮૦ ઉપર નારણપુર બ્રીજથી નારણપુર ગામ તરફ જતા ૨૦૦ મીટર દુર તા.ઉચ્છલ જી.તાપી ખાતે આંગડીયા કંપનીની ફરીયાદીશ્રી અનિલભાઇ કાંતિલાલ પટેલ ઉ.વ.૪૪ ધંધો-ડ્રાઇવિંગ હાલ રહે.ગોકુલધામ સોસાયટી ઘર નં.૧૦૧ વિભાગ-ડી, ડીંડોલી, સુરત શહેર મુળ રહે.ઠાકરાસણ ગામ, નવાપરા વિસ્તાર, તા.સિધ્ધપુર જી.પાટણના કબજાની સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડી રજી નં.GJ-05-RK-5931 ને કેટલાક લોકો લુંટતા હોવાની હકિકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ, એસ.ઓ.જી.ના પોલીસ અધિકરી/કર્મચારીઓની ટીમ તથા ઉચ્છલ પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓની ટીમ તાત્કાલીક રીતે એકશન મોડમાં આવી અલગ અલગ પોઇન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલ હાઇવે પર સતત પેટ્રોલીંગ રાખતા ફરીયાદીની સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડી રજી નં. GJ-05-RK-5931 માં કેટલાક ઇસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ તે સ્કોર્પીયો કારની આગળ સફેદ ફોરચ્યુનર ગાડી નંબર. GJ-18-BJ-9408 તથા પાછળ એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર- GJ-08-AJ-4832 પણ પસાર થતી હોવાની હકિકત મળતા પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમોને ઉપરોકત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં રહેતા પ્રથમ ફરીયાદીશ્રી અનિલભાઇ કાંતિલાલ પટેલનાઓ તેમની સ્કોર્પીયો ફોર વ્હીલ ગાડી રજી નં. GJ-05-RK- 5931 ની સાથે રોડ ઉપર મળી આવતા તેમને હકિકત પુછતા આશરે આઠેક જેટલા ઇસમો ઉપરોકત ફોરચ્યુનર કાર તથા સ્વીફ્ટ ડીઝાયર કારમાં આવી બંદુક બતાવી પોતાની પાસેના રોકડા રૂ.૫૦,૦૦૦/- લુંટી લઇ પોતાને અહીં છોડી દઇ નાસી ગયેલ હોવાની હકિકત જણાવતા તેમને તેમની ફરીયાદ આપવા તાત્કાલીક ઉચ્છલ પો.સ્ટે. ખાતે મોકલી આપી પોલીસ અધિકારી/ કર્મચારીની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયેલ ઉપરોકત ફોરચ્યુનર કાર તથા સ્વીફ્ટ ડીઝાયર કારની સતત તપાસમાં રહી પ્રથમ ફોરચ્યુનર ગાડી નંબર. GJ-18-BJ-9408 ને ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ સાથે પકડી પાડેલ અને ત્યાર બાદ બીજી સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર- GJ-08-AJ-4832 ને ગુનામાં સંડોવાયેલ બીજા ચાર આરોપીઓને ધાડમાં ગયેલ રોકડા રૂ.૫૦,૦૦૦/- સાથે પકડી પાડી ગુનામાં સંડોવાયેલ કુલ્લે-૮ આરોપીઓને ગુનામાં વપરાયેલ વાહનો નંગ-૨ કિ.રૂ.૧૭,૦૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૬૮,૦૦૦/- સાથે તથા તપાસ દરમ્યાન ગુનામાં વપરાયેલ પીસ્તોલ નંગ-૧ કિ.રૂ.૬,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૮,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ધાડનો ગંભીર પ્રકારનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) રામકિશન ઉર્ફ રામા માંગીલાલ બિશ્નોઇ ઉવ.૨૭ રહે.હાલ પાથાવાડા તા.દાતીવાડા, જી.બાનસકાંઠા મુળ રહે. ખોખરીયા ગામ પોસ્ટ.ફુડ તા.પીપાડસીટી, જી.જોધપુર, રાજસ્થાન
(૨) જીતુસીંહ ઉર્ફ વિક્રમસિંહ S/O રાવતસિંહ બુરસિંહ દેવડા ઉવ.૩૧ રહે.પાંસવાળ ગામ, દેવડાવાસ પોસ્ટ.બાડલી તા.દાંતીવાડા જી.બનાસકાંઠા
(૩) ભરતભાઈ ચમનાભાઈ પટેલ (ચૌધરી) ઉવ.૩૫ રહે.આથમણોવાસ, ચીભડાગામ, તા.દિયોદર, જી.બનાસકાંઠા
(૪) સુરેશ S/o સુબાભાઇ ઉકાજીભાઇ રાજપુત ઉવ.૨૪ રહે.સણાવીયા ગામ, રાજપુતવાસ, તા.થરાદ જી.બનાસકાંઠા
(૫) વશરામભાઈ જગાભાઈ ચૌધરી ઉ.વ.૩૫ રહે.રામપુરા પોતાના ખેતરમાં તા.દિયોદર જી.બનાસકાંઠા
(૬) મોતીસિંહ ઉર્ફ મહાવીરસિંહ બાદરસિંહ વાધેલા ઉવ.૨૩ રહે. ગામ ધુણસોલ, જોગણીબા મંદિરની બાજુમાં તા.દિયોદર જી.બનાસકાંઠા
(૭) નાગજીભાઈ લસાજી રબારી ઉવ.૩૦ રહે.પાંથાવાડા ગામ, મફતપુરા, રબારીવાસ, તા.દાંતીવાડા જી.બનાસકાંઠા
(૮) માલાભાઇ સબળાજી રબારી ઉવ.૨૬ રહે.ગાંગુવાડા, પીકઅપ બસ સ્ટેન્ડની બાજુમાં, રબારી વાસ, તા.દાંતિવાડા જી.બનાસકાંઠા
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) ધાડમાં ગયેલ રોકડા રૂપિયા- ૫૦,૦૦૦/-
(૨) આરોપીઓના મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૬૮,૦૦૦/-
(૩) ગુનામાં વપરાયેલ ફોરચ્યુનર ગાડી નંબર. GJ-18-BJ-9408 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/-
(૪) ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ ડીઝાયર GJ-08-AJ-4832 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
(૫) ગુનામાં વપરાયેલ પીસ્તોલ નંગ-૧ કિ.રૂ.૬,૦૦૦/-ઉપરોકત કબજે કરેલ તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ. ૧૮,૨૪,૦૦૦/-
શોધાયેલ ગુના :-
(૧) ઉચ્છલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૫૦૮૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૦(૨) ૧૪૦(૨), આર્મ્સ એક્ટ ૧૯૫૯ ની કલમ-૨૫(૧-બી)(એ) મુજબ
ગુનાની એમ.ઓ :-
ગેંગ બનાવી ધાતક હથિયાર સાથે રાખી આંગડીયા પેઢીને ટાર્ગેટ કરીને ધાડ પાડી નાસી જવાનો
કામગીરી કરનાર ટીમ :-
એલ.સી.બી.ની ટીમ
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, તથા એન.જી. પાંચાણી, પો.સ.ઇ.શ્રી એસ.પી.સોઢા, એલ.સી.બી. તાપી, તથા એલ.સી.બી.ના તમામ માણસો
પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ
પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડના તમામ માણસો
એસ.ઓ.જી.ની ટીમ
પો.ઇન્સ.શ્રી કે.જી. લીંબાચીયા, પો.સ.ઇ.શ્રી એન.પી.ગરાસીયા, એસ.ઓ.,જી. તાપી તથા એસ.ઓ.જી.ના તમામ માણસો
ઉચ્છલ પો.સ્ટે. ની ટીમ
પો.ઇન્સ.શ્રી, વી.યુ. પાડવી, ઉચ્છલ પો.સ્ટે. તથા ઉચ્છલ પો.સ્ટે. તમામ માણસોએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
