સપ્ટેમ્બર – બાળ કેન્સર જાગૃતિ મહિનો : બાલકોમાં થતાં કેન્સર સમયસર તપાસ અને નિદાન જરૂરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વભરમાં દર વર્ષે આશરે 4 લાખ બાળકોમાં કેન્સરના નવા કેસો નોંધાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે 76800 નવા બાળ કેન્સરના કેસો નોંધાય છે.
સપ્ટેમ્બર માસ બાળ કેન્સર જાગૃતિ મહિનો તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે તાપી જિલ્લાના ના વ્યારા તાલુકા ખાતે મેં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. અનિલભાઈ વસાવા અને મેં. આર.સી.એચ.ઓ શ્રી ડો.ભાર્ગવ દવે અને ટી.એચ.ઓ શ્રી ડો.પ્રણય પી.પટેલ અધિકારીશ્રીઓ ના નેજા હેઠળ કેનકિડ્સ સંસ્થા સાથે સંકલન કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું
એ દરમિયાન જનલર હોસ્પિટલ ના બાળ નિષ્ણાત ડો દીપક ગામીત અને પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસરશ્રી તથા આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર શ્રીઓ હાજરી આપી .
જેમાં તાપી જિલ્લાના વ્યારા ગવર્નમેન્ટ હોસ્પિટલ, પી.એચ.સી. બાલપુર, જેસીંગપુરા, સી.એચ.સી. ડોલવણ ખાતે કેન્સર સર્વાઈવર બાળકો દ્વારા નૂકડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે બાલકોમાં થતાં કેન્સર સમયસર તપાસ અને નિદાન થાય તો, બાળક સંપૂર્ણ રીતે સાજો થઈ શકે છે. માટે વહેલી તપાસ – નિદાન અત્યંત જરૂરી છે.
અહીં બાળકો, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, જાહેર જનતા ને રોગના લક્ષણો, સમયસર નિદાનની જરૂરીયાત અને સરકારની યોજનાઓ અંગે સમજાવવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

