બાતમી આધારે સોનગઢનાં ચુના ટેકરા પાસેથી વિદેશી દારૂ પકડી પાડી લિસ્ટેડ બુટલેગરને વૉટેડ જાહેર કરતી સોનગઢ પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ સ્ટેશન નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસને મળેલ બાતમી આધારે સાનુબેન દેવલાભાઈ ગામીત, રહે.સોનગઢ, રમણીય પાર્કની પાછળ આવેલ ચુના ટેકરા પાસે એમના રહેણાંક ઘરેથી વગર પાસ પરમીટે ગેર કાયદેસરનો પુઠ્ઠાના બોક્ષમાં તથા પ્લાસ્ટીકની કોથળીઓમાં અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટ નો વિદેશી દારુ તથા ટીન બિયર મળી કુલ બોટલો નંગ – ૧૧૭૬ જે કુલ ૨૫૦ લિટર ૦૮૦ મીલી જેની કિં.રૂ. ૧,૫૭,૪૪૦/- ના મત્તાનો પ્રોહિ. મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા મુદ્દામાલ મંગાવનાર તથા મુદ્દામાલ પુરો પાડનાર લિસ્ટેડ બુટલેગર સુકનજી ઉર્ફે સિકંદર શાંતુભાઈ ગામીત રહે.સોનગઢ શિવાજીનગર તા.સોનગઢ જિ.તાપી ને વોન્ટેડ જાહેર કરેલ છે. જે બાબતે સોનગઢ પો.સ્ટે. માં પ્રોહિબીશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તથા આ બાબતે વધુ તપાસ અ.હેડ.કોન્સ. અનિલકુમાર રામચંદ્રભાઇ પાખરે કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા :-
(1) સાનુબેન દેવલાભાઈ ગામીત, રહે. સોનગઢ, રમણીય પાર્કની પાછળ આવેલ યુના ટેકરા પાસે, તા.સોનગઢ, જિ.તાપી
વોટેડ આરોપીઓના નામ સરનામા:-
(2) સુકનજી ઉર્ફે સિકંદર શાંતુભાઈ ગામીત રહે.સોનગઢ શિવાજીનગર તા.સોનગઢ જિ.તાપી (લીસ્ટેડ બુટલેગર) (પ્રોહિ મુદ્દામાલ મંગાવાનાર તથા પુરો પાડનાર)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
1. એન.એસ.ચૌહાણ, પોલીસ ઇન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.
2. ASI અજયભાઇ સુદામભાઇ.
3. UHC અનિલકુમાર રામચંદ્રભાઇ,
4. UPC ગોપાલકુમાર કાળુભાઇ,
5. UPC અર્જુનભાઈ નારાયણભાઈ
6. UPC હન્નાબેન કહનદાસભાઈ,
7. UPC સ્નેહલબેન દત્તુભાઈ,
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

