વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPSના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી, આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ,  અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી નાસતા ફરતા આરોપીઓ વોચ તપાસમાં હતા તે દરમ્યાન આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવીને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ વ્યારા પો.સ્ટે. મા નોંધાયેલ એન.ડી.પી.એસ. મુજબના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવે, રહે.ધાનોરાગામ, વલકાગલી તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાનો વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી નિઝર આર.જી.પટેલ હાઇસ્કુલના બસ સ્ટેશન પાસે ઉભેલ હોવાની બાતમી આધારે નિઝર આર.જી.પટેલ હાઇસ્કુલના બસ સ્ટેશન પાસે આ કામનો વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવે ઉ.વ ૨૨ ધંધો-મજુરી રહે ધાનોરાગામ, વલકાગલી, તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)નો પકડાઇ જતા તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોપેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી, કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવી તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવીએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *