તાપી જિલ્લાની જામખડી 108 ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ ના દનમવલી ગામ થી સગર્ભાને ડિલિવરી માટે જમખાડી 108 ની ટીમ વ્યારા તરફ લઈને આવી રહી હતી તે દરમિયાન મહિલાને અસહ્ય પીળા ઉપડતા એમ્બ્યુલન્સ માં જ સફળ ડિલિવરી કરાવી, જેમાં માતા નું વજન ઓછું અતું , અને બાળક ઊંધું હતું , તેમજ એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવી.

સોનગઢ તાલુકાના દનમવલી ગામના રૂપલબેન જીજ્ઞેશભાઈ ગામીત પ્રસુતિ નો દુખાવો ઉપાડતા શનિવાર વહેલી સવારે 04:49 કલાકે જામખડી 108 એમ્બ્યુલન્સ ને કોલ મળતા 108 ની ટીમ તરત જ મહિલાને હોસ્પિટલ ખસેડવા માટે દનમવલિ ગામ ખાતે પહોંચી હતી સગર્ભા બેનને લઈને 108 વ્યારા તરફ આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં જ મહિલાને અસહ્ય પીડા થતા મહિલાની તબિયત નાજુક લગતા ઇએમટી સગુણાબેન દિપેસભાઈ ગામીત તથા પાયલોટ નિતેશભાઈ ગામીત રસ્તાની બાજુમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી સગુણાબેન સુજબુજતાથી ગાડીમાં ઉપલબ્ધ સાધનોની મદદથી મહિલાને નોર્મલ ડિલિવરી કરાવી હતી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો 108 ના ડોક્ટર ત્રિવેદી સરની સલાહ મુજબ જરૂરી સારવાર આપી પ્રસુતિ બાદ માતા તથા બાળક બંનેને SDH સોનગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં આગળની સારવાર આપવામાં આવી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *