ગણેશોત્સવ : ઓલપાડનાં અણીતા ગામે રોયલ ગૃપ આયોજીત લોક ડાયરામાં સિંદૂરી માહોલ છવાયો

Contact News Publisher

કલાકારોએ ગણપતિ મંડપની ઓપરેશન સિંદૂરની થીમને જાણે જીવંત બનાવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડનાં અણીતા ગામ ખાતે ગણેશોત્સવની ઉજવણીનાં ભાગરૂપે રોયલ ગૃપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર ડાયરામાં વિમલ પટેલ અને રાકેશ જોગીની ટીમે ભજનની રમઝટ અને હાસ્યરસ દ્વારા ભાવિક ભક્તોને રસ તરબોળ કર્યા હતાં. ડાયરાનાં કલાકાર રાકેશ જોગીએ મંચ પરથી માતા-પિતા જ પૃથ્વી પરનાં સાક્ષાત ભગવાન છે એવો સંદેશો શ્રોતાઓને પાઠવ્યો હતો. બીજીતરફ વિમલ પટેલે ગુજરાતી લોકગીતો, ભજનો ઉપરાંત અનોખા અંદાજમાં દેશભક્તિનાં ગીતોને રજૂને ગણપતિ મંડપની ઓપરેશન સિંદૂરની થીમને જાણે જીવંત બનાવી દીધી હતી.

ડાયરા દરમિયાન ગામનાં નવયુવાનોએ ચા-નાસ્તા અને પાણીની સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. તેમણે અંતમાં જરૂરી સાફસફાઈ સ્વયંભૂ હાથ ધરીને સૌને સ્વસ્થ ભારતનો પ્રત્યક્ષ સંદેશો પાઠવ્યો હતો. રોયલ ગૃપ દ્વારા આયોજીત આ દ્ષ્ટાંતરૂપ કાર્યક્રમ પૂર્વે ગણપતિ બાપાની આરતીમાં કીમ પોલીસ સ્ટેશનનાં પી.આઇ. જાડેજા સાહેબ ભક્તિભાવપૂર્વક સહભાગી થયાં હતાં. આ તકે સૌ નવયુવાનો સ્વદેશી અપનાવવા સાથે ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થયાં હતાં.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *