તાપી નમોસ્તુભ્યમ કાર્યક્રમ અંતર્ગત તાપી નદીમાં મત્સ્ય બીજ મુકવામાં આવ્યાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તારીખ ૩૧/૦૮/૨૦૨૫ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા શેલુડ ગામ ખાતે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી પધારેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા તાપી માતાની આરતી કરી મત્સ્ય બીજ સંચયન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો પી. એચ. ટાંક સાથે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો એમ. એમ. ત્રિવેદી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન કટલા, રોહુ, મ્રિગલ પ્રજાતિના ૫૦૦૦ જેટલા મત્સ્ય બીજ સંચલન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ તાપી નદીની જૈવ વિવિધતા જાળવણી કરવાની છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

