અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ તાપી દ્વારા વિધાકુંજ વિધાલય વીરપુરમાં રાષ્ટ્ર સમર્પિત અભિયાન ‘આપણી શાળા- આપણું સ્વાભિમાન’ના  સંકલ્પ લેવાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત પ્રેરિત તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ઉપક્રમે વિધાકુંજ વિધાલય વીરપુર ફાટક શાળામાં મહિલા કાનૂન સલાહકાર હેમલતાબેન અને કિશનભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને શૈક્ષિક મહાસંઘ તાપી આચાર્ય સંવર્ગના અધ્યક્ષ કેતનભાઈ શાહ સાથે શિક્ષકો સહિત આપણી શાળા આપણું સ્વાભિમાન સાથે રાષ્ટ્રહિત અભિયાન સાથે બાળકો અને શિક્ષકોએ સંકલ્પ લીધો.

આ કાર્યક્રમમાં મહેમાનોનું આવકાર સ્વાગત શૈક્ષિક આચર્ય સંઘ તાપીના અધ્યક્ષશ્રીએ કર્યુ. તેમણે ઉદબોધન માં જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસ શાળા થકી જ થાય છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે હમારા વિધાલય હમારા તીર્થ તે માટે આવશ્યક છે. આચાર્ય કેતન શાહ દ્વારા સંકલ્પો (૧) આપણે સાથે મળીને આપણી શાળાને સ્વચ્છ શિસ્તબધ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશુ . (૨) આપણે શાળાની સંપતિ સંસાધનો અને શાળાના સમય ગાળાને રાષ્ટ્રિય સંપતિ ગણીશુ. તેનુ રક્ષણ કરીશુ અને તેનો વિવેકપુર્ણ ઉપયોગ કરીશુ. (૩) આપણે શાળામા એવુ વાતાવરણ બનાવિશુ જ્યા કોઇપણ પ્રકારનો ભેદભાવ નહી હોય. (૪) આપણે સૌ સમભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશુ. (૫) આપણે શિક્ષણને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહી પણ ચારિત્ર્ય નિર્માણ, સ્વ-વિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વિકારીશું.  (૬) આપણે શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહી પરંતુ સંસ્કાર સેવા અને સમર્પણનુ તીર્થ માની એનુ ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશુ. 6 સંકલ્પો બાળકો, શિક્ષકો પાસે લેવડાવ્યા હતા અને તમામ બાળકોએ લખ્યા પછી તેનું વાંચન કર્યુ અને જીવનમાં સાર્થક કરવા કટિબદ્ધ થવા પ્રયત્નશીલ રહીશું. અંતે સૌને શાળા વતી અલ્પાહાર આપવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા ગામીતે કર્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *