પાંચ માસથી નિભાવ ગ્રાન્ટ ન મળતા છાત્રાલય સંચાલકોને પારાવાર મુશ્કેલીઓ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય સંચાલક મંડળ દ્વારા મદદનીશ કમિશનરશ્રી તાપીને પત્ર પાઠવી સંચાલકોની વેદના વ્યક્ત કરી ગ્રાન્ટ ન આવી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.
તાપી જિલ્લામાં આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્રારા ગ્રાન્ટ ઈન એઈડ ૩૩ આદિજાતિ કુમાર/કન્યા છાત્રાલયો નોંધાયેલ મંડળો હસ્તક કાર્યરત છે જેમા કુલ ૫૦૦૦ આદિજાતિ બાળકોને ભોજન આપવા તથા અન્ય તકેદારી રાખવાની જવાબદારીઓ મંડળો નિભાવે છે આમ સમયસર નિભાવ ગ્રાન્ટ ન મળવાથી મંડળોને અનાજ, શાકભાજી, વિજળીબીલ, રાંધણ ખર્ચ તથા અન્ય ખર્ચ માટે પારાવાર તકલીફો વેઠવી પડે છે. નિભાવ ગ્રાન્ટ સમયસર ન મળવાને કારણે સંચાલક મંડળોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાચ મહિનાની નિભાવ ગ્રાન્ટ ન ચુકવવા છતા મંડળો દ્રારા બાળકોને પોષણક્ષમ ભોજન અને અન્ય સુવિધા આપવામાં ક્યારેય બાંધછોડ કરી નથી. આમ બાળકોના હિત ખાતર પત્ર મળેથી ગ્રાન્ટ ન આવી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી છાત્રાલયોને નિભાવ ગ્રાન્ટ તાત્કાલિક ચુકવવા વિનંતી કરાઈ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

