૩૧મી ઓગસ્ટે વહેલી સવારે તાપી જિલ્લામાં “સન્ડે ઓન સાઇકલ” થીમ હેઠળ સાઇકલીંગ સ્પર્ધા યોજાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, તાપી દ્વારા આજે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫, તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “સન્ડે ઓન સાઇકલ” થીમ અંતર્ગત સાઇકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મહેમાન તરીકે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા ઉપસ્થિત રહેશે. સાઇકલીંગ સ્પર્ધા સવારે ૬ કલાકે જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે થી શરૂઆત કરવામાં આવશે.

આ અનોખા કાર્યક્રમનો હેતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો તેમજ લોકોને શારીરિક તંદુરસ્તી તરફ પ્રોત્સાહિત કરવાનો છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ રહેવાસીઓએ આ સાઇકલીંગ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવું જોઈએ. વહેલી સવારમાં યોજાનાર આ કાર્યક્રમમાં યુવા, વરિષ્ઠ નાગરિકો તેમજ પરિવાર સાથે સાયકલ ચલાવીને સૌને એકતા, આનંદ અને આરોગ્યનો સંદેશ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *