મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આ૫વા માટે શિષ્યવૃત્તિની અરજી કરવાની જાહેરાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13, તાપી. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્રારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આ૫વા હેતુ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in ૫ર જઇ તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી ફરજીયાત ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મુસા રોડ, સરકારી લાઈબ્રેરીની પાછળ, ફાયર સ્ટેશન પાસે, વ્યારા ફોન નં.૦૨૬૨૬-૨૨૦૭૭૦ નો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઇન અરજી કરવામાં કોઇ તકલીફ હોય તો ઉ૫રોકત સરનામે સંપર્ક કરવા વિનંતી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

