તાલુકા કક્ષાનાં કલા મહાકુંભની ગરબા સ્પર્ધામાં કુવાદ પ્રાથમિક શાળા દ્વિતીય ક્રમે વિજેતા બની
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુવાદ પ્રાથમિક શાળાએ મિલેનિયમ સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં કલા મહાકુંભની ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાળાની કુલ 16 વિદ્યાર્થીનીઓએ પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યું હતું. શાળાનાં આચાર્ય પ્રિતિબેન પટેલ માર્ગદર્શિત આ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા બની શાળા તથા ગામનું નામ રોશન કર્યુ હતું. શાળાનાં શિક્ષકો સર્વશ્રી જીતેન્દ્રભાઈ, હીનાબેન, કામિનીબેન તથા કલ્પનાબેન સહિત શાળા વ્યવસ્થાપન સમિતિએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

