વાડી ભેસરોટ ગામમાં માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત વાનગીઓ વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા, બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત વાનગીઓ” આયોજન તારીખ ૧૨ અગસ્ટ, ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લાના વાડી ભેસરોટ ગામમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ઉકાઈ શ્રીમતી ભારતીબેન પટેલ મુખ્ય મેહમાન તરીકે મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, સુરત કચેરીના શ્રીમતી તન્વીબેન પટેલ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે અને વરિષ્ટ સંશોધન સહાયક ડો. રાજેશ વસાવા હાજર રહેલ હતા. આ તલીમ કાર્યક્રમમાં બે દિવસમાં કુલ ૧૦ જેટલી માછલીની વાનગીઓ કૂ. રીતિકાબેન ટંડેલ દ્વારા બનાવવામાં આવશે. આ તાલીમમાં કુલ ૩૦ જેટલી બહેનોએ ભાગ લીધેલ છે. કાર્યક્રમ દરમિયાન સીઓઈ ઉકાઈ દ્વારા ભાગ લેનાર તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું. આ તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહેનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદાકારક થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

