નારી વંદન ઉત્સવ ઊજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્ર્મમાં સહભાગી બનતી અભયમ ઉમરા સુરત ટીમ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફ થી 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે આ અઠવાડિયા દરમીયાન મહિલા સુરક્ષા, સલામતી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ વગેરે થીમ પર આધારિત કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.
અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ઉમરા દ્વારા ઝેડ.એફ વાડીયા વુમન્સ કોમર્સ કોલેજ અઠવાના સહયોગથી બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે આયોજીત કરવામાં આવ્યો હતો.
181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા વિદ્યાર્થીન ઓને અભયમ 181 મહિલા હેલ્પ લાઇનની ચોવીસ કલાક મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ કરતી હેલ્પ લાઇનની જાણકારી આપવામા આવી હતી. આ ઉપરાત પોતાની સલામતી બાબતે જાગરૂકતા રાખવી, મોબાઈલ દ્વારા બિનજરૂરી કોલ મેસેજ કરી હેરાન કરતા રોમિયો, સાઇબર ફ્રોડ વગેરે કિસ્સાઓ વિષે સભાનતા કેળવવી જરૂરી છે. દરેક વિદ્યાર્થિની ઓ ને પોતના સ્માર્ટ મોબાઈલ માં અભયમ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની માહીતી આપી હતી જે મુશ્કેલી ના સમયે ઉપયોગી બને શકે અને અભયમ સેવાઓ ઝડપથી મેળવી શકાય છે. કાર્યક્રમના સફળ આયોજનમાં કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી જયસિંગ ચૌહાણ , પ્રોફેસર શ્રી રીના દેસાઇ અને ઈન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વિમેન ક્રાઇમ બ્રાન્ચનાશ્રી વૈશાલી દેવરે, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાશ્રી શ્રદધા શાહ, મહીલા અને બાળ અધિકારીશ્રી ના કચેરીથી જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહેશ પરમાર કોલેજ સ્ટાફ તરફથી સહયોગ મળી રહયો હતો. વિદ્યાર્થીનીઓને પૂર્ણ અભ્યાસ કરી કારકિર્દી ઘડવા તેમજ આત્મનિર્ભર બનવા અનુરોધ કરાયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

