તાલુકા હેલ્થ સુપરવાઇઝર વ્યારાનો સ્વૈચ્છિક નિવૃતિ ‘વિદાય સમારંભ’ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ ૨/૮/૨૫ ના શનિવાર ના રોજ બપોરે ૨ વાગ્યે તાલુકા આરોગ્ય કચેરી વ્યારા જિ તાપી ખાતે શ્રી રાજેશ સાકરલાલ શેઠ તાલુકા હેલ્થ સુપરવાઇઝર વ્યારાનો સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ” વિદાય સમારંભ’ યોજવા માં આવ્યો હતો.

જેમાં રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેકટર એમ સી. એચ. ડૉ. હર્ષદ પટેલ સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રંગુનવાલા સાહેબ, જિલ્લામાંથી પધારેલ ક્યુ.એ.એમ.ઓ.શ્રી ડૉ. કે.ટી. ચૌધરી સાહેબ, ઇ. એમ ઓ. શ્રી ડૉ. સ્નેહલ પટેલ સર, વહીવટી અધિકારી શ્રી તિવારી સાહેબ, ડી.પી.સી. ડૉ. યોગેશ શર્મા સાહેબ, ડી.એફ.ઓ. અજય પ્રજાપતિ , તાલુકા આરોગ્ય અધિકારી વ્યારા શ્રી ડૉ. પ્રણય પટેલ સાહેબ, વાલોડ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ચિરાગ પટેલ સાહેબ તથા વ્યારા અને ડોલવણ તાલુકા ના તમામ મેડિકલ ઓફિસર શ્રી ઓ અને કર્મચારી શ્રી ઓ હાજર રહ્યા હતા.

નિવૃત થનાર શ્રી રાજેશ શેઠ ના જમાઈ દિપકુમાર શાહ, વેવાઈ શ્રી સંજપભાઈ, બીજા વેવાઈ શ્રી ભરત ભાઈ રાણા તથા ફાલ્ગુની બેન રાણા તથા સોસાયટી ન મિત્ર મંડળ હાજર રહ્યા હતા. સાં પ્રથમ પ્રાસંગિક પ્રવચન ડૉ. પ્રણય પટેલ સાહેબે કર્યું હતું. ત્યાર બાદ વિતેલા વર્ષ ના સ્મરણો અને વક્તત્વ ર્ડા. હર્ષદ પટેલ સાહેબ તથા ડૉ. રંગુનવાલા સાહેબે આપ્યુ હતું. ત્યાર બાદ નવસારી થી પધારેલ મિત્ર શ્રી ગૌરાંગભાઈ એ એમના સ્મરણે જણાવ્યા હતા ત્યાર બાદ ડૉ. નુતન બેન ચૌધરી એ પણ તેમના મંતવ્યો કહ્યા હતા ત્યાર બાદ અજયભાઈ પ્રજાપતિ અને નિલેશભાઈ સોની એ પોતાના અનુભવો ‘ જણાવ્યા હતા. ત્યાર બાદ છેલ્લે વિતાવેલ વર્ષ ની બધી રૂપરેખા અને અનુભવો શ્રી રાજેશ શેઠે વર્ણવ્યા હતા. તથા હાજર રહેનાર તમામ નો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રિતિ ભોજન લઈને બધા છુટા પડ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

