વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન અંગે કામધેનુ યુનિવર્સિટી સિંગલખાંચ ખાતે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માંડવી ખાતે રાજ્યકક્ષાની વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ૦૯મી ઓગસ્ટ-વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરત જિલ્લાના માંડવી ખાતે નગરપાલિકાના મેદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે, જે સંદર્ભે કામધેનુ યુનિવર્સિટી (સિંગલખાંચ) ઉકાઇ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં કાર્યક્રમ ની પૂર્વતૈયારી, આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ૧૫૭-માંડવી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિસ્ટ ગ્રામ પંચયાતના સંરપચશ્રીઓ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, વિવિધ મોરચાઓના હોદ્દેદરોને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અને તમામ પધાધિકારિઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ 157-માંડવી વિધાનસભા ક્ષેત્રમાં સમાવિસ્ટ સોનગઢ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ મોરચાઓના હોદ્દેદરોને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અને તમામ પધાધિકારિઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે સૂચનાઓ આપી હતી.
મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આદિજાતિ દિવસની ઉજવણી એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. પારંપરિક આદિવાસી નૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ, નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ તકે મંત્રીશ્રીએ તમામ પદાધિકારીઓને તેમના મતવિસ્તારના નાગરિકોને આયોજન સ્થળે લાવવા માટે વાહન વ્યવસ્થા અને પ્રેરણા પૂરી પાડવા માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં સાશક પક્ષના હોદ્દેદાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા, સોનગઢ તાલુકાના વિવિધ પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

