સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કોન્સ. હરપાલસિંહ અભેસિંહ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીનાઓ પેરોલ ફર્લો સ્કોડ/ એલ.સી.બી., તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.હે.કોન્સ. મહાવીરસીંહ નિરૂભા તથા અ.પો.કોન્સ. હસમુખભાઇ વિરજીભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વલસાડ વાપી ડુંગરા ખાતેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- દિપક ઉર્ફે રાજુભાઇ મચ્છીન્દ્ર કાનહુરકર ઉ.વ.૩૪ રહે.ફલેટ નં-૨૦૩ સાઇ સિંધ્ધી એપાર્ટમેન્ટ બી-વીંગ છરવાડા વાપી જી.વલસાડને પકડી પાડી પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ખાત્રી કરતા ઓલપાડ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશન મુજબના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાય આવેતા પકડાયેલ આરોપીને તા.૦૧/૦૮/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, અ.હે.કો. મહાવીરસીંહ નિરૂભા, અ.પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, અ.પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઈ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા એલ.સી.બી.ના અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંગએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *