ઉચ્છલમાં રાત્રી દરમ્યાન ઘરમાં ઘુસી ધાડ પાડી નાસી જનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુનામાં વપરાયેલ વાહન સાથે પકડી પાડી ધાડનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ, સાયબર ક્રાઇમ પો.સ્ટે., એસ.ઓ.જી. તાપીની ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૩/૦૭/૨૦૨૫ ના કલાક-૦૦/૩૦ થી કલાક-૦૧/૨૦ વાગ્યા દરમ્યાન ભડભુંજા ગામ ગાંધીનગર ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી ખાતેથી ઘરના કબાટમા રહેલ ઘર વપરાશના આશરે રોકડા રૂ.૨૦,૦૦૦/-તથા ડાઇમન્ડનો સેટ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ફરી.ની બે નંગ સોનાની ચેન તથા ફરી.ના પપ્પાની એક સોનાની ચેન એમ કુલ ત્રણ સોનાની ચેન જે ત્રણ ચેનનુ આશરે કુલ વજન ૩૦ ગ્રામ જેની કિ,રૂ.૧,૦૦,૦૦૦/- સોનાની ત્રણ જોડ બુટ્ટી જેનું આશરે કુલ વજન ૧૦ ગ્રામ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ફરી.ના પિતાજીની સોનાની ૦૨ નંગ હાથમા પહેરવાની વીંટી જેનું આશરે કુલ વજન ૧૦ ગ્રામ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ફરી.નો વિવો ૨૫ મોબાઇલ ફોન જેમાં સીમકાર્ડ નં.૯૬૮૭૦૨૪૭૬૪, ૭૫૭૪૮૨૪૯૯૦ નો હોય જેની કિ.રૂ.૬,૦૦૦/- તથા ફરી.ના ભાઇનો વીવો કંપીનીનો X 100 મોડેલનો જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ઓપ્પો કંપનીનો 19 pro મોડેલનો જેની કિ.રૂ.૫,૦૦૦/- જે મોબાઇલમા સીમકાર્ડ નં.-૯૦૯૯૨૦૧૩૩૦, ૯૭૨૬૧૭૦૦૯૩ નો હોય તથા ફરી.ના પિતાજીની દસ વર્ષ જુની હોન્ડા કંપનીની સાઇન મોટર સાયકલ નંબર- GJ-19-Q-4274ની જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ની જે તમામની કુલ્લે કિ.રૂ.૩,૨૬,૦૦૦/- ની પાંચ જેટલા અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરી.ના માતા પિતાને ઢીકા પાટુનો માર મારી માતાને મોઢાના ભાગે અને પિતાજીને માથાના ભાગે ઇજા પહોંચાડી ચપ્પુ તથા સીલ્વર કલરની બંદુક જેવુ સાથે રાખી એકબીજાની મદદગારી કરી નાશી ગયેલ હોય, જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૫૦૬૨૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૦(૨) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ હોય, જે ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી, જી.તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ સુચના આપેલ.

ઉપરોક્ત સુચના આધારે શ્રી આઇ.એન. પરમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર વિભાગ નિઝર, શ્રી પી.જી. નરવડે, વ્યારા વિભાગ, વ્યારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટરશ્રી, ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી. કે.જી. લીંબચીયા એસ.ઓ.જી. તાપી તથા પો.ઇન્સ. એન.જી. પાંચાણી, એલ.સી.બી., તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે., તથા પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી., તાપી, તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, જી.તાપી તથા પો.સ.ઈ.શ્રી. એન.પી. ગરાસિયા, પો.સ.ઈ.શ્રી. ડી.એસ. પ્રજાપતિ, એસ.ઓ.,જી. તાપીએ તથા એલ.સી.બી. શાખા/પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોએ પોત પોતાના બાતમીદારો રોકી ધાડના વણશોધાયેલ આ ગુનો શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનાની તપાસમાં હતા દરમ્યાન પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા તથા પો.સ.ઇ.શ્રી એસ.પી. સોઢાને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “ઉપરોકત ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમો એક સફેદ કલરની મારૂતી ઇકો કાર નં.GJ-26-AE-5514 નીમાં બેસી સુરત થી સોનગઢ તરફ આવે છે.” જે બાતમી હકિકત મળતા અલગ અલગ ટીમના તમામ માણસો સાથે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ સુરતથી સોનગઢ તરફ જતા ટ્રેક ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી સુરત તરફથી એક સફેદ કલરની મારૂતી ઇકો કાર આવતા ઇકો કાર હાઇવે રોડ ઉપરથી વ્યારા ગામ તરફ વળી જતા જેનો રજીસ્ટ્રેશન નંબર જોતા બાતમી હકીકત મુજબનો હોય જેથી આ ઇકો કારનો પીછો કરી આ કારને વ્યારા કોલેજ રોડ ઉપર સુગર ફેક્ટરીની સામે રોડ ઉપર રોકી અને પકડાયેલ ઇસમો કાર ચાલક (૧) વિપુલ દાસીયાભાઇ ગામીત, ઉ.વ.૩૧, રહે.ગામ-ગાંધીનગર, ડેરી ફળીયુ. તા.ઉચ્છલ, જી.તાપી કાર ચાલકની બાજુમાં બેસેલ ઇસમ (૨) વિપુલભાઇ ભીખાભાઇ ધામેલીયા, ઉ.વ.૪૧, રહે. હાલ ૨૩૨, તુલસી શ્યામ સોસાયટી, શ્યામ ધામ ચોક, નાના વરાછા, સુરત શહેર, મુળ રહે.ગામ-સગાપરા, તા.પાલીતાણા, જી.ભાવનગરની ઉડાણ પુર્વક પુછપરછ આરોપી વિપુલ દાસીયાભાઇ ગામીતને આર્થીક સંકડામણ હોય તેના ગામમાં ફરીયાદીના ઘરે ચોરી કરવાની ટીપ પોતાના મિત્ર વિપુલ ધામેલીયાને આપતા તેણે તેના મિત્ર દર્શન રહે.સુરત જેના પુરા નામ સરનામાની ખબર નથી જેનો સમ્પર્ક કરી ધાડ કરવાની વાત જણાવતા દર્શને તેના મિત્ર પરેશ રહે.સુરત જેના પુરા નામ સરનામાની ખબર નથી તેનો સમ્પર્ક કરી ધાડ કરવાની વાત જણાવતા પરેશે મનીષ ઉર્ફે સીનુ નાયક રહે.હાલ પનવેલ હોટલ, મોટાવરાછા, સુરત મુળ રહે.રાચી ઝારખંડનો ચોરી કરવા સારૂ સમ્પર્ક કરતા મનીષ ઉર્ફે સીનુ નાયક બ્રીજેશકુમાર ઉર્ફે પ્રધાન સીંગ રહે.જોનપુર યુ.પી.ને સુરત ખાતે બોલાવી ચોરી કરવાનો પ્લાન બનાવી તમામ સરથાણા જકાતનાકા પાસે ભેગા થઇ ઉચ્છલના ગાંધીનગર ખાતે રહેતા બાલુભાઇ ગામીતના ઘરની રેકી કરી બ્રીજેશકુમાર ઉર્ફે પ્રધાન તથા તેની સાથે આવેલ બીજા ચાર ઇસમો જેમના નામ સરનામાની ખબર નથી. તેઓ તથા મનીષ ઉર્ફે સીનુ નાયક એમ ભેગા મળી એક ટાટા ઇન્ડીકા કારમાં ગાંધીનગર ખાતે આવી બાલુભાઇ ગામીતના ઘરે આવી રાત્રીના સમયે તેમના ઘરમાં ઘુસી ઘરના સભ્યોને ધમકાવી ગભરાવી જબરજસ્તીથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ધાડ કરી ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરતા પકડાયેલ બન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૩૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મારૂતી ઇકો કાર નં. GJ-26-AE-5514 જેની આશરે કિ.રૂ. ૪,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૪,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બન્ને ઇસમોને આજરોજ તા.૩૦/૦૭/૨૦૨૫ ના રોજ અટક કરવામાં આવેલ છે.

ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલ આરોપી (૩) બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન રામઆશરે સીંગ, ઉ.વ.૪૮, રહે. હાલ રહે. રૂમ નં.-૪૦૪, સાંઇ રેસીડેન્સી, સર્વોત્તમ હોટલની પાછળ, હલધરૂ, તા.પલસાણા, જી.સુરત. મુળ રહે. ગામ- સોનાઇ, તા.માળીયાહું, જી.જોનપુર (યુ.પી.)નાને તેના હાલના સરનામેથી શોધી પકડી પાડી તેની પાસેથી ગુનામાં વપરાયેલ વાહન નંબર વગરની ટાટા ઇન્ડીકા વિસ્ટા કાર, કિં. રૂા ૧,૫૦,૦૦૦/-, રોકડા રૂ! ૭,૧૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩, કિં. રૂ! ૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૧,૮૭, ૧૬૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમને આજરોજ તા.૩૦/૦૭/૨૦૨૫ ના રોજ અટક કરી તમામ આરોપીઓ તથા મુદ્દામાલ ઉપરોકત ગુનાના કામે આગળની વધુ તપાસ સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) વિપુલ દાસીયાભાઇ ગામીત, ઉ.વ.૩૧, રહે.ગામ-ગાંધીનગર, ડેરી ફળીયુ, તા.ઉચ્છલ, જી.તાપી

(૨) વિપુલભાઇ ભીખાભાઈ ધામેલીયા, ઉ.વ.૪૧, રહે. હાલ ૨૩૨, તુલસી શ્યામ સોસાયટી, શ્યામ ધામ ચોક, નાના વરાછા, સુરત શહેર, મુળ રહે.ગામ-સગાપરા, તા.પાલીતાણા, જી.ભાવનગર

(૩) બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન રામઆશરે સીંગ, ઉ.વ.૪૮, રહે. હાલ રહે. રૂમ નં.-૪૦૪, સાંઇ રેસીડેન્સી, સર્વોત્તમ હોટલની પાછળ, હલધરૂ, તા.પલસાણા, જી.સુરત. મુળ રહે. ગામ- સોનાઇ, તા.મળીયાહું, જી.જોનપુર (યુ.પી.)

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) રોકડા રૂપિયા ૩૭,૧૬૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૪૦,૦૦૦/-

(૩) મારૂતી ઇકો કાર નં. GJ-26-AE-5514 જેની આશરે કિ.રૂ.૪,૫૦,૦૦૦/-

(૪) ગુનામાં વપરાયેલ વાહન નંબર વગરની ટાટા ઇન્ડીકા વિસ્ટા કાર, કિં. રૂ! ૧,૫૦,૦૦૦/-

ઉપરોકત કબજે કરેલ તમામ મુદ્દમાલની કુલ્લે કિ.રૂ. ૬,૭૭,૧૬૦/-

શોધાયેલ ગુનાઓ :-

(૧) ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૫૦૬૨૭ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૦(૨) તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ

ગુનાનો એમ.ઓ :-

ગેંગ બનાવી રાત્રી દરમ્યાન ઘરમાં ધાતક હથિયારો સાથે રાખી ઘુસી ઘરના સભ્યોને ધમકાવી ગભરાવી જબરજસ્તીથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા લૂંટ કરી ઘરના સભ્યોને ઘરમાં જ બાંધીને નાસી જવાનો

ગુનાહિત ઇતિહાસ-

(૧) આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન રામઆશરે સીંગ, ઉ.વ.૪૮, રહે. હાલ રહે. રૂમ નં.-૪૦૪, સાંઇ રેસીડેન્સી, સર્વોત્તમ હોટલની પાછળ, હલધરૂ, તા. પલસાણા, જી.સુરત. મુળ રહે. ગામ- સોનાઇ, તા.માળીયાહું, જી.જોનપુર (यु.पी.)

ગુજરાત રાજ્યના ગુના-

(૧) સુરત ગ્રામ્ય કડોદરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૦૧૫૬/૨૦૨૩ આર્મ્સ એકટ કલમ- ૨૫(૧)બી, વિગેરે તથા ઇ.પી.કો.કલમ-૩૯૮, ૨૧૨, ૧૨૦(બી), ૩૪ મુજબ

ઉત્તરપ્રદેશ રાજ્યના ગુના –

(૨) ઉત્તરપ્રદેશ જિ.જોનપુર બરસાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૬૫૧૦૦૭૨૪૦૩૨૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૪૦૬ મુજબ

(3) ઉત્તરપ્રદેશ જિ. જોનપુર બરસાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૭૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૧૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬, એટ્રોસીટી એકટ વિગેર મુજબ

કામગીરી કરનાર ટીમ :-

એલ.સી.બી.ની ટીમ

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, તથા એન.જી. પાંચાણી, એલ.સી.બી., જી.તાપી પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી, તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયા, એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધ દેવસિંહ, તથા હે.કો. વિનોદ પ્રતાપભાઇ, પો.કો. રોનક સ્ટીવનસન, પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ, પો.કો. પ્રકાશ રામાભાઇ, પો.કો. અરૂણભાઇ જાલમસિંહ, અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇ ડ્રા.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ ની ટીમ

પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ

પો.સ.ઈ.શ્રી, એન.એસ.વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી, એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ તથા એ.એસ.આઇ. બિપીન રમેશભાઇ તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહ, તથા પો.કો. મહાવીરસિંહ નીરૂભા તથા પો.કો. હસમુખ વિરજીભાઇ, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ તથા પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, પો.કો. ધનંજય ઇશ્વરભાઇની ટીમ

એસ.ઓ.જી.ની ટીમ

પો.ઇ.શ્રી. કે.જી. લીંબાચીયા તથા પો.સ.ઇ.શ્રી. એન.પી. ગરાસિયા, પો.સ.ઈ.શ્રી. ડી.એસ. પ્રજાપતિ, એસ.ઓ.જી. તાપી અ.પો.કો. વિપુલભાઇ રમણભાઇની ટીમ

સાયબર ક્રાઇમ પો.સ્ટે. ની ટીમ

પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર તથા પો.સ.ઇ.શ્રી, કે.આર. પટેલ સાયબર ક્રાઇમ પો.સ્ટે.,ની ટીમ

ઉચ્છલ પો.સ્ટે. ની ટીમ

પો.ઇન્સ.શ્રી, વી.યુ. પાડવી ઉચ્છલ પો.સ્ટે. તથા ઉચ્છલ પો.સ્ટે.ની ટીમ

સોનગઢ પો.સ્ટે. ની ટીમ

સોનગઢ પો.સ્ટે. ના અ.હે.કો. દશરથભાઇ ભુપતભાઈ, અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ બ.નં-૭૩૯ સોનગઢ પો.સ્ટે.એ કામગીરી કરેલ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *