જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારામાં વૃક્ષારોપણનું આયોજન કરાયું

0
IMG-20250726-WA0002
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાની શ્રી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ તા.૨૫/૭/૨૦૨૫ના રોજ પ્રકૃતિમિત્ર ગ્રુપ ગુજરાતના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવી.શ્રીકે.ટી.પરીવાર અને શ્રીરીહેન મહેતા વિદ્યાલય પ્રેરીત પ્રકૃતિમિત્ર ગૃપ સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિરક્ષણ જેવી સુંદર કામગીરી કરી રહ્યું છે. આજ રોજ તાપી જિલ્લાના પર્યાવરણ પ્રેમી શ્રી વિજેશભાઈ ગામીતની અધ્યક્ષતામાં વ્યારાની જય અંબે સ્કુલમાં પણ વૃક્ષારોપણ કરાયું જેમાં અંદાજે ૬૦ જેટલા વિવિધ વૃક્ષ રોપાયાં અને શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિમિત્ર ગ્રુપની ટીશર્ટ વિતરણ કરાઇ સાથે દરેકને પ્રકૃતિનું રક્ષણ કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રેમી શ્રીવિજેશભાઈ ગામીતે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું, શાળાના શિક્ષીકા શ્રીમતી અશ્વિનીબેન, આચાર્યાશ્રીમતી નીકીતાબેન એમ.ડી.શ્રી નયનભાઇ સરએ હાજર રહી પ્રકૃતિમિત્ર ગ્રુપના શ્રી વિજેશભાઈ, શ્રી જિજ્ઞેશભાઇ પ્રજાપતિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other