અંકલેશ્વરની સ્ટેશન શાળા નંબર 22 માં વિદાય સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત સ્ટેશન મિશ્ર શાળા નં-22 માં શ્રીમતી સાધનાબેન મહિડાનો વિદાય સન્માન સમારંભ નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમતી સાધનાબેન મહિડાનાં પરિવારજનો, સ્ટેશન મિશ્રશાળા નંબર- 22 તથા હિન્દી માધ્યમ પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી ગજેન્દ્ર પટેલે સાધનાબેન મહિડાની શૈક્ષણિક સેવાઓને બિરદાવી તેમને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનાં અંતે શાળાનાં વિદ્યાર્થીઓને શ્રીમતી સાધનાબેન મહિડા તરફથી પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

