કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના પાંચ ગુનાઓમાં વોન્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ તથા સાથેના એ.એસ.આઇ. આનંદભાઈ ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈને મળેલ સંયુકત બાતમી આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતા ફરતા વોન્ટેડ મહિલા આરોપી ફાતેમા જાવેદ પઠાણ રહે- ખોલવડ બસ સ્ટેન્ડ મસ્જીદની બાજુમાં રહેમતનગર, તા.કામરેજ જી.સુરત ને પકડી પાડી પકડાયેલ આરોપી બેનના વિરૂધ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ખાત્રી કરતા અન્ય (૧) કામરેજ પોલીસ સ્ટેશન પાર્ટ C ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૫૨૦૨૫/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ-૬૫એએ ૮૧,૯૮(૨) મુજબ (૨) કામરેજ પોલીસ સ્ટેશન પાર્ટ C ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૫૨૦૬૧/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ- ૬૫ એએ ૮૧, ૧૧૬(ખ) મુજબ (૩) કામરેજ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર.નં. ૧૧૨૧૪૦૨૦૨૫૨૧૧૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ (૪) કામરેજ પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૨૦૨૫૨૧૩૦/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ- ૬૫એએ, ૮૧, ૧૧૬(ખ) મુજબના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાય આવેલ, ઉપરોકત પકડાયેલ આરોપી બેનને તા.૧૬/૦૭/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકિયાભાઇ, અ.પો.કો રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી.તાપી તથા એ.એસ.આઇ આનંદભાઈ ચેમાભાઈ તથા અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા વુ.પો.કો. રીધ્ધીબેન રમણીકભાઇ ઉચ્છલ પોલીસ સ્ટેશનએ કામગીરી કરેલ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *