સોનગઢ ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંત, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ અને માનવતા જાગૃત ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ રક્ષણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ અને માનવતા જાગૃત ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ રક્ષણ કાર્યક્રમ તા.15/07/2025 મંગળવાર સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે યોજાયો હતો.

સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે 50 વૃક્ષોનું વૃક્ષારોપણ પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું. તેમજ “SAY NO TO PLASTIC” અભિયાન અંતર્ગત 100 કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ તરફથી નિઃશુલ્ક 50 ફળાઉ રોપાઓ ઉપલબ્ધ કરાયાં હતા. સાથે જ માનવતા જાગૃત ટ્રસ્ટ તરફથી 100 કાપડની થેલીઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાઈ હતી.

પર્યાવરણ જતન માટે આજના સમયમાં માનવ જીવનને નુકશાન કરતું પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અત્યંત જરૂરી થઈ ગયેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને નષ્ટ થવામાં સેંકડો વર્ષો લાગી જાય છે. તેથી બને તેટલો ઉપયોગ ટાળી કાપડની થેલીનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરવો જ જોઇએ.

પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં આચાર્ય શ્રી ડૉ.રાજેશભાઈ પટેલ, NSS નાં કો ઓર્ડીનેટર શ્રી એમ.ડી. બારે સાહેબ, પ્રાધ્યાપક ગણ, વિદ્યાર્થી મિત્રો, ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ સુદામભાઈ સાટોટે, ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના કારોબારી સદસ્યશ્રી સંજયભાઈ શાહ, સંપર્ક આયામ અધ્યક્ષશ્રી મુકેશભાઈ ચોપડે, જળ સંચય આયામ ઉપાધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ આહીરરાવ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

https://chat.whatsapp.com/DAIjXqFAY0i543JJvxFIjV

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *