વ્યારા પોલીસે ગણતરીનાં કલાકોમાં મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.જી.રાવલ સાહેબશ્રી વ્યારા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ વ્યારા પોલીસ સ્ટેસ્ટેશમા નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુના મુજબ ગઇ તા.૧૪/૦૭/૨૦૨૫ ના રોજ વ્યારા જનરલ હોસ્પીટલમાં, લેબોરેટરી પાસે આવેલ પાર્કીંગમાંથી હીરો હોન્ડા કંપનીની કાળા કલરની લાલ તથા બ્લ્યુ પટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં.GJ-05-GD-8103 નો છે જેની કિ.રૂ.૧૫,૦૦૦/-ની જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જેથી નેત્રમ (કમાન્ડ કંટ્રોલ) હસ્તકના વ્યારા ટાઉનમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી, ફુટેઝમાં દેખાતા ચોર ઇસમની માહિતી મેળવતા ચોર ઇસમ જયકુમાર રામુભાઇ તેવર ઉ.વ.૩૯ રહે.વ્યારા સીંગી, ફળીયુ, તા.વ્યારા, જિ.તાપીનો હોવાનું જણાય આવતા અ.હે.કો. નવરાજસિંહ જોરસિંહ ડાભી  તથા આ.પો.કો. વિજયભાઇ બબાભાઇએ બાતમી આધારે પોલીસ ટીમ સાથે ચોરીમાં ગયેલ મો.સા. સાથે ચોર ઇસમને વ્યારા-અંધારવાડી જતા રોડ ઉપર નહેર વાળા ચાર રસ્તા પાસેથી પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ ૧૦૦% રીકવર કરી, અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી વ્યારા પોલીસ ટીમ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
(૧) શ્રી બી.જી.રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, વ્યારા પોલીસ સ્ટેશન

(૨) એ.એસ.આઇ. પ્રિતેશભાઇ ગોવિંદભાઇ

(૩) અ.હે.કો. નવરાજસિંહ જોરસિંહ ડાભી

(૪) અ.પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇ

(૫) અ.પો.કો. કલ્પેશભાઇ જરસીંગભાઇ

(૬) અ.પો.કો. વિજયભાઇ બબાભાઇ

(૭) અ.પો.કો. કલ્પેશભાઇ કમચીભાઇ

(૮) અ.પો.કો. અમીરભાઇ નરપતભાઇ

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *