નિઝર પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો અનડિટેકટ ગુનો શોધી કાઢી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ગઇ તા.૧૦/૦૭/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. શાખા/ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે કુકરમુન્ડા તેમજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયા  તથા પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ તથા પો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને ખાનગી રાહે સયુકત બાતમી હકીકત મળેલ કે, બે વ્યકિતઓ પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-26-AJ-0316 ની ઉપર નિઝરમાં આવેલ અલગ અલગ જગ્યાએ સોના ચાંદીની દુકાનવાળાઓને ત્યાં જઇ તેમના પાસેનુ બીલ વગરનુ સોનુ વેચવા માટે ફરે છે. તેવી બાતમી હકિકત મળતા નિઝર એ.પી.એમ.સી. ત્રણ રસ્તા પાસે આવતા આ બાતમીવાળા બન્ને વ્યકિતઓ સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર નિઝર બજાર તરફથી આવતા તેઓને ત્યાંજ રોકી લીધેલ અને પકડાયેલ આરોપી (૧) વિશાલ રણજીતભાઇ ઠાકરે ઉ.વ.૨૩ રહે.ગામ-કોઠલી ટાંકી ફળીયુ તા.નિઝર જી.તાપી (૨) નાગરસીંગ ઓંકારસીંગ સીકલીગર ઉ.વ.૪૭ રહે.નલવા રોડ, મહાડા કોલોની,એકતા નગર, સીકલીગર મહોલ્લા, તા.જી.નંદુરબાર મહારાષ્ટ્રની ઝડતી તપાસ કરતા મોટર સાયકલ ચાલકની પાછળ બેસેલ વ્યકિતના પેન્ટના ખિસ્સામાંથી એક સફેદ કલરના રૂમાલમાં સોના જેવી પીળી ધાતુની અલગ અલગ ઘરેણાઓ મળી આવેલ જે ઘરેણાઓ બાબતે આ બન્ને વ્યકિતઓને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય જેથી તેઓને વધુ વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા સદર બન્નેએ તેમના સાથેનો ત્રીજો (૩) પરેશ તાનાજીભાઇ પાડવી રહે.ગામ-કોઠલી ટાંકી ફળીયુ તા.નિઝર જી.તાપીની સાથે આજથી આશરે એકાદ મહીના પહેલા વેલ્દા ગામે રાત્રીના સમયે એક બંધ મકાન હતુ તેમાં લોખંડની જાળીવાળીમાં તાળુ મારેલ હતુ તે તોડી ઘરના બારણાનુ તાળુ તોડી ઘરમાં મુકેલ બે કબાટના દરવાજા તોડી તેમાંથી ચોરી કરેલ હતી તે છે અને આ ચોરીમાં અમને એક કબાટમાંથી રોકડા રૂપીયા બે લાખ મળેલા હતાની કબ પકડાયેલ આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોનાના ઘરેણાઓ નંગ-૯ કુલ્લે વજન ૨૦૨.૯૫૦ કિ.રૂ.૬,૨૦,૦૦૦/- તથા કુલ્લે રોકડા રૂપીયા ૨૭,૫૦૦/-તથા મો.સા. નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે ૬,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત બન્ને આરોપીઓને તા.૧૦/૦૭/૨૦૨૫ રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પો.સ્ટે. ને સોંપેલ છે.

ઉપરોકત ચોરીના મુદ્દામાલ અંગે નિઝર પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૫૦૨૨૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫,૩૩૧(૪),૫૪ મુજબ ગુનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ ની વિગત

(૧) બંગડી ૪ નંગ-કુલ વજન ૬૦.૭૬૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧,૮૦,૦૦૦/-

(૨) પાટલી ૨ નંગ-વજન ૫૦.૧૧૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧,૫૦,૦૦૦/-

(૩) ચેન ૧ નંગ-કુલ વજન ૧૯.૦૭૦ જેની આશરે કિ.રૂ.૬૦,૦૦૦/-

(૪) મંગળસુત્ર પોત ૧ નંગ-કુલ વજન ૫૪.૬૨૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૮૦,૦૦૦/-

(૫) નેકલેસ ૧ નંગ-કુલ વજન ૧૮.૩૯૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/-

(૬) હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં-GJ-26-AJ-0316 ચેચીસ નં-MBLHAW223S5B01401 તથા એન્જીન નંબર HA11E795B02347 કિ.રૂ.૫૦,૦૦૦/-

(૭) રોકડા રૂપીયા ૨૭,૫૦૦/- મળી કુલ્લે ૬,૮૦,૦00/-

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) નાગરસીંગ ઓંકારસીંગ સીકલીગર ઉ.વ.૪૭ રહે.નલવા રોડ, મહાડા કોલોની, એકતા નગર, સીકલીગર મહોલ્લા, તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર

(૧) નિઝર પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૩૦૮૬૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયા, એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, મહાવીરસિંહ નીરૂભા, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, પો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *