વ્યારા ઇન્દુ નર્સિંગ કોલેજ ખાતે માય ભારત-તાપી દ્વારા ફ્લેગશિપ યોજનાઓ પર વર્કશોપ યોજાયો

Contact News Publisher

120થી વધુ સહભાગીઓએ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૦. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત, તાપી દ્વારા તારીખ ૦૯ જુલાઈ 2025 ના રોજ વ્યારાની ઈન્દુ નર્સિંગ કોલેજમાં “ફ્લેગશિપ યોજનાઓ” વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 120 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. વર્કશોપ દરમિયાન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સખી વન સ્ટોપ સેન્ટર, સાઈબર ક્રાઈમ, મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ, તેમજ માય ભારત યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં “સખી વન સ્ટોપ સેન્ટર” માંથી ઉપસ્થિત શ્રીમતી મીનાબેન પરમાર દ્વારા મહિલાઓ ના સંરક્ષણ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. માય ભારત, સુરતના જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માએ “માય ભારત પોર્ટલ” વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને યુવાનોને આ પોર્ટલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. ઉપસ્થિત અન્ય અધિકારીઓ દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉદ્યોગ સહાયક કમિશનર શ્રી ડી.ડી. સોલંકી, બેંક ઓફ બરોડા ના લીડ મેનેજર શ્રી રસિકભાઈ જેઠવા, તાપી મહિલા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. શ્રીમતી વાય. સી. જરગેલા, કોલેજના પ્રીન્સીપલ શ્રીમતી ત્રિપલ ચૌધરી, સખી વન સ્ટોપ સેન્ટરમાંથી શ્રીમતી મીનાબેન પરમાર, વ્યારા નગરપાલિકાના કોર્પોરેટર શ્રી કુલીન પ્રધાન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાંથી શ્રી વી.વી. ચૌધરી ઉપસ્થિત હતા

આ કાર્યક્રમનું સફળ આયોજન માય ભારત સુરતના જિલા યુવા અધિકારી શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યુવા ક્લબના પ્રમુખ શ્રી મનોજ દેવીપૂજક અને રાષ્ટ્રીય યુવા સ્વયમસેવક વરુણ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ યુવાનો માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક રહ્યો હતો, જે તેમને ભવિષ્યમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવામાં મદદરૂપ થશે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *