તાપી જિલ્લામાં ABVP વ્યારા નગરની કારોબારીની ઘોષણા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા 9 જુલાઈ ABVP સ્થાપના દિવસ અંતર્ગત વ્યારા નગરની નૂતન કારોબારી ની ઘોષણા વ્યારા ખાતે કરવામાં આવેલ. છે.
જેમાં ABVP સુરત વિભાગ સંગઠન મંત્રી શ્રી ભુપતભાઈ ગઢવી, સિનિયર એડવોકેટ કુલીનભાઈ પ્રધાન, અજયરાય જનકરાય શાહ નર્સિંગ કોલેજના આચાર્યશ્રી આશિષભાઈ ચૌધરી, પ્રદેશ કારોબારી સદસ્ય ધર્મિષ્ઠાબેન ગામીત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વ્યારા નગર નૂતન કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં ABVP વ્યારા નગરમંત્રી તરીકે પ્રિયાંશુભાઈ રબારીને નૂતન જવાબદારી આપવામાં આવી. તેમજ નગર કારોબારીમાં અન્ય જવાબદારીઓની ઘોષણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક- રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *