જિલ્લામાં વરસાદને કારણે દુરસ્ત થયેલા માર્ગોનું સમારકામ

Contact News Publisher

સોનગઢ તાલુકાના કિકાકુઈ અને વડપાડાના માર્ગ પર પેચવર્કની કામગીરી કરાઈ

*

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૯. તાપી જિલ્લામાં વરસાદને કારણે માર્ગો બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગ (પં) દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે. વરસાદના પાણી ગ્રામ્ય વિસ્તારોને જોડતા સ્થાનિક માર્ગ ઉપર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને નુકસાન પણ થયું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પં) દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈથી નિશાણા તરફ જતા રસ્તાને રીપેરીંગ કરવામાં આવ્યું હતું તેમજ વડપાડાથી ઉમરદા જતા રોડને સમારકામ કરવામાં આવ્યું હતું. બિસ્માર બનેલા રસ્તા પર સિમેન્ટ કોન્ક્રીટ વર્ક તેમજ પેવરબ્લોક પેચીંગ વર્કની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *