તાપી જીલ્લાનાં છ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલ કુલ 46 લાખથી વધુનાં વિદેશી દારુનાં મુદ્દામાલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના વ્યારા, કાકરાપાર, વાલોડ, ડોલવણ, સોનગઢ અને ઉકાઇ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો દ્વારા પ્રોહીબીશનના કેસોમાં પકડાયેલ/ કબજે લીધેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા માટે સબંધિત કોર્ટમાંથી હુકમો મેળવાયા હતાં.

જે આધારે આજરોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, વ્યારા પ્રાંત/ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર વિભાગ, નિઝર/ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારા તથા સુપ્રિન્ટેડન્ટશ્રી, નશાબંધી અને આબકારી અધિકારીશ્રી, તાપીની બનાવવામાં આવેલ સમિતિની રૂબરૂમાં વ્યારા, કાકરાપાર, વાલોડ, ડોલવણ, સોનગઢ અને ઉકાઇ પોલીસ સ્ટેશનોમાં કુલ-૨૧૪ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બિયરની કુલ બાટલી નંગ-૩૪૬૧૩, કિ.રૂ. ૪૬,૬૮,૭૪૪/- નો વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે ને.હા.નંબર.૫૩ ની બાજુમાં આવેલ બાજીપુરા ગામ તરફ જતા એપ્રોચ રોડ ઉપર નાશ કરવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અંગેની કાર્યવાહી દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ફાયર વિભાગ, નગરપાલિકા વ્યારા તથા મેડીકલ વિભાગ, તાપી-વ્યારાની મદદ મેળવાવામાં આવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *