જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાએ કમાલછોડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : બીજો દિવસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭ જુન. શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયાએ આજે તા.૨૭ જુનના રોજ કમલછોડ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. ગત વર્ષે પ્રથમ નંબર મેળવ્યો હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને NNMS, જ્ઞાન સાધનામાં સ્કોલરશીપ મેળવનાર તથા શાળામાં ગયા વર્ષે ૧૦૦% હાજરી આપી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓ, વ્યસનમુક્તિ તથા માર્ગ સલામતી વિશે શાળામાં વકતવ્ય આપવામાં આવ્યું હતું.
આજના પ્રવેશોત્સવમાં અશેષભાઈ ભકતા, પ્રમુખ શ્રીબાજીપુરા કેળવણી મંડળ અને પ્રમુખશ્રી APMC વાલોડ, સોમભાઈ પી.ભક્તા, અશોકભાઈ ચૌધરી B.R.C.કો.ઓ, શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને ગ્રામજનો જોડાયા હતા.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
