“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને ઉચ્છલ તાલુકામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ શૃંખલાના ભાગરૂપ આજથી તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫-૨૬’ની ઉજવણી “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ અન્વયે ગુજરાત સરકારના પંચાયત વિભાગના અગ્ર સચિવ અને તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા થુંટી તેમજ ઉન્નીત માધ્યમિક શાળા થુંટી તથા જ્ઞાન પ્રભોધની માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળા ભંડભુંજા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી તોરવણેના હસ્તે શાળા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શાળાના આ તમામ શાળાઓના આચાર્યશ્રીઓએ શ્રી તોરવણેને શાળા કેમ્પસની મુલાકાત કરાવી હતી. પ્રભારી સચિવશ્રી તેમણે શાળામાં મધ્યાહન ભોજન, બેઠક વ્યવસ્થા, લાઇબ્રેરી, ઓરડા, બાળકોની હાજરી, શિક્ષકોની હાજરી જેવી વિવિધ બાબતોનું નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા.
આ પ્રસંગે અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
