નાર્કોટીક પદાર્થ ગાંજા સાથે ચાર ઈસમોને પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ સ્ટેશના પોલીસ સ્ટાફ દ્રારા વાહન ચેકિંગ દરમ્યાન તા. ૨૪/૦૬/૨૦૨૫ ના રોજ, મૌજે ઓટા ગામની સીમમાં રોડ ઊપર આવેલ પુલની પહેલા એક આ કામે પકડાયેલ આરોપીઓ (૧) હસન શા હુસેન શા ફકીર ઉ.વ. ૨૭ રહે. વ્યારા મગદુમ નગર તા.વ્યારા જી.તાપી (૨) વસીમ ઉર્ફે મોહસીન શા મજીદ શા ફકીર ઉ.વ. ૩૦ રહે. વ્યારા મગદુમ નગર તા.વ્યારા જી.તાપીનાઓએ પોતાના કબ્જાના વગર નંબરના થ્રી વ્હીલ ટેમ્પોમાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે એક પીળ કલરની પ્લા.ની થેલીમાં ૭.૩૧૪ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) કિ.રૂ. ૭૩,૧૪૦/- ના મુદ્દામાલ તથા મોબાઇલ નંગ- ૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા કોથળાની કિ.રૂ. ૦૦/૦૦ તથા થ્રી વ્હીલ ટેમ્પોની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- સાથે સ્થળ પર પકડાઇ જઇ તેમજ આ કામના આરોપી (૩) પ્રકાશભાઈ રાજેશભાઈ ગાવિત ઉ.વ. ૧૯ રહે.દાપુર તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૪) નિતેશભાઈ જેયાભાઈ ગાવિત ઉ.વ. ૧૯ રહે. ગતાડી ગામ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ તેઓના કબ્જાની વગર નંબરની બજાજ કંપની NS 200 પલ્સર મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- ઉપર વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) મહારાષ્ટ્ર રાજયમાથી લઈ આવી ડીલીવરી આપતી વખતે સ્થળ પહોચાડી વખતે પકડાઈ જઈ તેમજ આ કામે મુદ્દામાલ આપનાર તેમજ લેનાર અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી, તેઓના વિરૂધ્ધ ગુ.ર.નં-પાર્ટ B-૧૧૮૨૪૦૦૪૨૫૧૬૪૧/૨૦૨૫ એન.ડી.પી.એસ. કલમ. ૮(સી),૨૦(બી)[૨](બી),૨૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ આઈ.ડી.દેસાઈ. પોલીસ ઈન્પેકટર સોનગઢ નાઓ કરી રહેલ છે.
પકડી પાડેલ આરોપીનું નામ સરનામા:-
(૧) હસન શા હુસેન શા ફકીર ઉ.વ. ૨૭ રહે. વ્યારા મગદુમ નગર તા.વ્યારા જી.તાપી.
(૨) વસીમ ઉર્ફે મોહસીન શા મજીદ શા ફકીર ઉ.વ. ૩૦ રહે. વ્યારા મગદુમ નગર તા.વ્યારા જી.તાપી.
(૩) પ્રકાશભાઈ રાજેશભાઈ ગાવિત ઉ.વ. ૧૯ રહે.દાપુર તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર).
(૪) નિતેશભાઈ જેયાભાઈ ગાવિત ઉ.વ. ૧૯ રહે. ગતાડી ગામ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર).
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
૧-પોલીસ ઈન્પેક્ટરશ્રી, એન.એસ. ચૌહાણ સોનગઢ પોલીસ સ્ટેશન.
૨- એસ.એસ.આઈ. દાઉદભાઇ દેવીદાસભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન.
૩- અ.હે.કોન્સ. પ્રવિણભાઈ ભરતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
૪- અ.હે.કોન્સ. દશરથભાઈ ભુપતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
૫- આ.પો.કો.ભેરાભાઈ ચાંપાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
૬-અ.પો.કો.રાજુભાઈ જીણાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
૭-આ.પો.કો. ભાવેશભાઇ સરદારભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન.
૮- મનોજભાઈ રમણભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
