વ્યારા ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અધ્યક્ષસ્થાને આદિજાતિ ખેડુતો અને વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે
૧૪૩ આદિજાતિ ખેડુતોને પાવર સ્પ્રેયર પંપસેટ અને ૧૭૦ આઈ ટી આઈ ના વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૮ લાખના સાધનો વિતરણ કરાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૫ જૂન:. “ધરતી આબા જનભાગીદારી અભિયાન” ના ઉજવણીના ભાગરૂપે આજે ૨૬ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ કલાકે તાપી જિલ્લા ઓડિટોરિયમ હોલ,વ્યારા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમ અંતર્ગત નેશનલ સીડ કોર્પોરેશન લિ. ગાંધીનગર દ્વારા તેમના CSR એક્ટીવીટી હેઠળ ૧૪૩ આદિજાતિ ખેડુતોને વિના મૂલ્યે પાવર સ્પ્રેયર પંપસેટ વિતરણ કરવામાં આવશે. આ સાથે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, સોનગઢ મારફતે અમલીત વિવિધ યોજનાઓ હેઠળ આઈ.ટી.આઈના ૧૭૦ આદિજાતિ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી (ટ્રેડવાઈઝ) સાધન સહાય વિતરણ કરવામાં આવશે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
