સ્કૂલ ચલે હમ: આવતીકાલથી ત્રણ દિવસ સુધી તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
તાપી જિલ્લાની ૭૯૭ શાળાઓના ૧૩ હજારથી વધુ બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ: ૮૫૦૦થી વધુ ભૂલકાઓની બાલવાટિકામાં પા પા પગલી
રાજ્ય સરકારના મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
() :, તા.૨૫. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના પ્રયત્નોને આગળ વધારતા, તાપી જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. વર્ષ ૨૦૦૩ થી શરુ થયેલી પરંપરાને આ વર્ષે ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ અને નવા દ્રષ્ટિકોણ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાની ૭૯૭ શાળાઓમાં ધોરણ ૧ માં ૧૦૫૪ બાળકોને અને ધોરણ ૯ માં ૧૨૦૬૦ બાળકોને એમ નવા શૈક્ષણિક વર્ષમાં કુલ ૧૩,૧૧૪ જેટલા બાળકોને અને ૮૫૪૬ ભૂલકાઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સતત ત્રણ દિવસ યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણે તથા અન્ય અધિકારીઓ અલગ-અલગ સ્થળોએ ઉપસ્થિત રહેશે.
૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
