મેરા યુવા ભારત-તાપી દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની ઉજવણી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મેરા યુવા ભારત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર-તાપી જિલ્લા દ્વારા માઁ શિવદૂતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ, વ્યારા ખાતે ૨૧ જૂન-૨૦૨૫ નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ યોગ દિવસની થીમ “યોગા ફોર વન અર્થ વન હેલ્થ” મેદસ્વિતા મુકત ગુજરાતના ધ્યેય સાથે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં આ યોગ દિવસ નિમિતે આવેલ યોગ કોચ વસાવા નલિનીબેન દ્વારા યોગનું આપણા શરીર તેમજ જીવનમાં કેટલું મહત્વ છે તે વિશે સમજાવવામાં આવ્યું. તેમજ યોગના વિવિધ આસનો, પ્રાણાયામ તેમજ યોગ પ્રોટોકોલ મુજબ યોગા કરાવવામાં આવ્યા.
શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી પ્રવિણભાઈ ગામીત તેમજ શાળાના તમામ સ્ટાફમિત્ર અને મેરા યુવા ભારત (માય ભારત)ના રાષ્ટ્રીય યુવા સેવા કર્મી રાજપૂત વરૂણ અને માય ભારતના જીલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્મા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
