ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કરાવવામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સિંહફાળો રહ્યો છે જે સૌ ભારતીયો માટે ગૌરવની બાબત છે ત્યારે શાળાનાં બાળકો પ્રાથમિક કક્ષાએથી જ ભારતીય સંસ્કૃતિની દેન એવાં યોગથી પરિચીત થાય એ શુભ હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં બાળકો સાથે યોગાભ્યાસમાં શિક્ષક ભાઈ-બહેનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, મધ્યાહન ભોજન સંચાલકો તથા વાલીજનો પણ સહર્ષ જોડાયા હતાં. દરેક શાળામાં ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય’ થીમ અંતર્ગત શિક્ષકો દ્વારા બાળકોને યોગભ્યાસ કરાવી તેમને યોગ અંગેની જાગૃતિ સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
