સ્વ. શ્રી હરીશંકર સિન્ઘાનિયાજીની 92મી જન્મજયંતિ નિમિત્તે JK ઓર્ગેનાઈઝેશન યુનિટ્સમાં રક્તદાન શિબિરનું આયોજન
શ્રી મુકુલ વર્મા (EVP) દ્વારા પહેલ – પ્રથમ રક્તદાતા તરીકે ઉદાહરણરૂપ યોગદાન
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : આરોહ સેન્ટર, જે.કે. પેપર લિ., CPM યુનિટ, ફોર્ટ સોનગઢ (અને સમગ્ર JK ઓર્ગેનાઈઝેશન યુનિટ્સમાં) સ્વ. શ્રી હરીશંકર સિન્ઘાનિયા જીની 92મી જન્મજયંતિ નિમિત્તે JK ઓર્ગેનાઈઝેશન દ્વારા સમગ્ર સંગઠનના યુનિટ્સમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય શિબિર CPM યુનિટ, ફોર્ટ સોંગઢ ખાતે આરોહ સેન્ટર ખાતે યોજાઈ.
આ પ્રસંગે શ્રી મુકુલ વર્મા, એગ્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (EVP) દ્વારા શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેઓએ પ્રથમ રક્તદાતા બનીને સમગ્ર કર્મચારી પરિવાર માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું.
અન્ય વરિષ્ઠ અધિકારીઓ જેમ કે, ડૉ. સમીર મહેતા, ચીફ મેડિકલ ઓફિસર (CMO), શ્રી પિયુષ મિત્તલ, ચીફ જનરલ મેનેજર – મેન્યુફેક્ચરિંગ, શ્રી બાપુ કોળી, સિનિયર જનરલ મેનેજર – ઈજિનિયરિંગ, શ્રી મુન્ના કુમાર, સિનિયર જનરલ મેનેજર – એડમિન અને સિવિલ, શિબિરમાં મહિલા કર્મચારીઓ તથા કરાર આધારિત કામદારો સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ વર્ષે CPM યુનિટ દ્વારા કુલ 172 યુનિટ રક્તનું સંગ્રહ કરવામાં આવ્યું, જે માનવતાની સેવા માટેનો મહત્વપૂર્ણ યોગદાન છે. શ્રીમતી એલ.કે. પટેલ રક્તદાન કેન્દ્ર, વ્યારામાંથી આવેલી ટીમે રક્તસંગ્રહની કામગીરી ખૂબ વ્યવસ્થિત રીતે નિભાવી.
શ્રી મુકુલ વર્માના પ્રેરક નેતૃત્વ અને સમગ્ર ટીમના સહયોગથી આ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ. JK ઓર્ગેનાઈઝેશનના દરેક દાતાને હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવવામાં આવે છે – જેમણે સ્વ. શ્રી હરીશંકર સિન્ઘાનિયા જીની માનવતાની વિમલ પરંપરાને આજે જીવંત બનાવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
