તાપી ઉચ્છલ 108 ટીમ દ્વારા સગર્ભાની જોડિયા બાળકોની નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ

Contact News Publisher

ઉચ્છલ ૧૦૮ દ્વારા જોડિયા બાળકોની નોર્મલ ડિલિવરી કરાવાઈ.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના માણેકપૂર ગામ નો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ઉચ્છલ( IFT ) લોકેશનની 108 ને મળ્યો હતો. માણેકપુર ગામમાં રહેતા મમતાબેન મહેંદ્રભાઈ વસાવા નામની મહિલા અતિ જોખમી સગર્ભા હતી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ સીન પર પહોંચી અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે સીન પર જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી તૈયારી કરી ને EMT. વિધાત્રી વસાવા અને Pilot. દિલીપભાઈ કોટવાળીયા એમ્બ્યુલન્સ સીન પર સ્ટેન્ડ બાય અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ સીન પર જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને સીન પર જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે CHC ઉચ્છલ ની સરકારી હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા પહોંચાડવા માં આવ્યા.

દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી નિઝર 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *