સોનગઢ નું માંડવીપાણી ગામ જ્યાં આઝાદી પછી સૌપ્રથમ સરપંચની ચૂંટણી યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. તાપી જિલ્લાનું એક એવું ગામ જ્યાં પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. સોનગઢથી ૪૫કિમી અંતરે આવેલું માંડવીપાણી ગામ માં સરપંચના પદ માટે બે ઉમેદવારો માટે લોકોમાં મતદાન કરવા માટે થનગનાટ જણાઈ રહ્યો છે. એમાં પણ વોર્ડના સભ્યો તો બિનહરીફ નિમાઈ ગયા છે ફક્ત સરપંચ માટે લોકતંત્રન પર્વ સમી ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે.
અંદાજીત ૮૦૦ લોકોની વસ્તી ધરાવતું આ ગામ વન વિભાગ હસ્તક ગામ હતું. હવે રેવન્યુ હસ્તક સમાવી દેવાતા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ગામના મતદારો પ્રથમ વખત પ્રથમ નાગરિકને ચૂંટશે. અહીં કુલ મતદારો છે જેમાં ૨૯૨ સ્ત્રી અને ૨૯૮ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
