મુખ પર સંતોષનું સ્મિત અને મતદાન કર્યાનો આનંદ લઈ મતદાન મથકેથી પાછા ફરતા સર્જુબેન ગામીત : કમરથી ઝુકી ગયા છે, પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા આજે પણ દોડીને આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સર્જુબેન ગામીત જેમની ઉંમર 73 વર્ષ છે મત આપવાનો ઉત્સાહ અનેરો છે. લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે માવતરસાહજ મિજાજ સાથે આ દાદી પોતાના પૌત્રનોવહાથ ઝાલીને મતદાનના ત્યોવહારના અગ્રીમ હરોળના દાતા બનવા તૈયાર છે. તેઓ પોતે કમરની તકલીફ હોવા છતાં મત આપવા જવાનું ટાળ્યું નથી, વ્યારા તાલુકાના ઊંચામાળા ગામની શાળામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના ગામના આવનારા ભવિષ્ય માટે વોટ આપવા દોડીને આવ્યા હતા.
સ્યાહીથી અંકિત કરેલી આંગળી માનભેર દર્શાવતા આ દાદી જેવા અનેક બુઝુર્ગ લોકશાહીના સાચાં સેવક સાબિત થયા છે. જે યુવાન અને સશક્ત વ્યક્તિઓ બીમારીઓનું બહાનું કરીને વોટ આપવાનું ટાળે છે તેમના માટે સર્જુબેન પ્રેરણા રૂપ છે. તેઓ દેશ પ્રત્યે જાગૃતતા દર્શાવતા પોતાના વોટની કિંમતને જાણે છે. તેથી અન્ય નાગરિકોને પણ વોટ આપવા જવાની વિનંતી કરી રહ્યા છે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
