તાપી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ-૨૦૨૫ના મતદાન અને મતગણતરી સ્થળોએ મોબાઈલ ફોન અને વાયરલેસ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ જુન. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી માટે તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાવાનું નિર્ધારિત થયેલ છે અને તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણી પ્રક્રિયાની શાંતિપૂર્ણ અને નિયમીત કામગીરી સુનિશ્ચિત કરવા નીચે મુજબની નિયંત્રણગત જોગવાઈ જાહેર કરવામાં આવે છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડને મળેલ સત્તાની રૂએ મતદાન દિવસે એટલે કે તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે નિર્ધારિત મતદાન મથકની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં અને મતગણતરીના દિવસે તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી કેન્દ્રના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ પાસે સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે રાખવા અથવા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *