વ્યારાની ભગિની સમાજ દ્વારા કે કે કદમ કન્યા વિદ્યાલયમાં સિકલ સેલ અવેરનેસ સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “World Sickle Cell Awareness Day “ અંતર્ગત તા-૧૯ જુન, ૨૦૨૫ ના રોજ ભગિની સમાજ, વ્યારા દ્વારા શ્રી ર ફ દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલયની વિધાર્થીનીઓમાં સિકલ સેલ રોગ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રુપે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડૉ. કેતકીબેન શાહ દ્વારા વિદ્યાર્થી બહેનો ને “સિકલ સેલ એનિમિયા “ વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. વહેલું નિદાન કરાવવા સમજૂતી આપવામાં આવી હતી. શ્રી ચારુબેન પટેલ દ્વારા સમતોલ આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી સેજલબેન શાહ, શ્રી અપેક્ષાબેન દેસાઇ તથા શાળાના શિક્ષકો હાજર રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા. અંતે શ્રી ક્રિક્રિષ્નાબેન દેસાઈએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
