“સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત” ; વ્યારા કોલેજ તેમજ કે.બી. પટેલ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોગા પ્રોટોકોલ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

વ્યારા શહેર તેમજ સમગ્ર જિલ્લાને યોગમય બનાવવા માટે પ્રોટોકોલ તાલીમો યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯ જૂન. રાજ્યના નાગરિકો તેમજ બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ અટકે અને સ્વસ્થ જીવન શૈલી જીવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા યોગ કોઓર્ડીનેટર જ્યોતિ મહાલેના નેતૃત્વમાં આજરોજ બે યોગ શિબિર યોજાઈ હતી. વ્યારા ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ કે.બી પટેલ હાયર સેકન્ડરી સ્કુલમાં તમામ વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રોટોકોલ પ્રેક્ટિસ અને યોગ સમર કેમ્પમાં સહભાગી બાળકોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું પ્રેક્ટિકલ સત્ર વ્યારા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર જ્યોતિબેન મહાલે દ્વારા કરવામાં આવ્યુ હતું. તેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આસન પ્રાણાયામ ધ્યાન અને યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. યોગ ટ્રેનર બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમ સફળ બનાવવા માટે વ્યારા કોલેજ પ્રિન્સીપાલશ્રી એચ.વાય. કરવાસીયા, પ્રો.વાસંતીબેન ગામીત, પ્રો.ભાવિનીબેન શાહ, યોગ ટ્રેનર ભાવનાબેન ચૌધરી, મંજુલાબેન મહીડા, અમિષાબેન લાડ, અશ્વિની પટેલ તેમજ શિક્ષકો, પ્રાધ્યાપકો, કર્મચારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ સંપૂર્ણ સફળ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તાપી જિલ્લા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું

૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *