તાપીના બાગાયત ખાતેદાર ખેડૂતો જોગ સંદેશ : બાગાયત ખાતેદાર ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના અમલ
કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં સહાય માટે ૨ જુલાઈ ૨૦૨૫ સુધી i-ખેડૂત પોર્ટલ ખુલ્લું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૮ જૂન. રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ અમલમાં મૂકાયો છે.
તાપી જિલ્લાના બાગાયત ખાતેદાર ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, આ યોજના હેઠળ આગામી તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધી રાજ્યના ખેડૂતો માટે i-ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ટ્રેક્ટર (૨૦ PTO સુધીનાની) ખરીદી પર સબસિડી મળવા પાત્ર છે અને તેની સાથે કલ્ટીવેટર (મીની) અથવા રોટાવેટર (મીની) કોઈ એક સહાય મળવા પાત્ર છે.
જો જૂના ટ્રેક્ટર (૨૦ PTO સુધીના) હોઈ તો તેમાં ટ્રેલર (મીની) અથવા પાણીનું ટેન્કર (મીની) મળવા પાત્ર છે.અરજી ઓટો ઇન્વર્ડ હોવાથી અરજી કર્યા બાદ અરજી કચેરી ખાતે જમા કરાવવાની રહેશે નહિ. મંજૂરી મળ્યા બાદ જ બિલ સાથે અરજી આપવાની રહશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,બ્લોક ન:-૧૨,જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા-તાપી ના સરનામે રજૂ કરવાના રહેશે તેવું તાપી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
