છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા પ્રોહીબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. જતાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઈ. જયેશભાઈ લિલકીયાભાઈ તથા એ.એસ.આઈ. આનંદજીભાઈ ચેમાભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ નાસતા ફરતા સોયેલખાન રહેમતખાન પઠાણ ઉ.વ.૩૭ રહે, રાજીવગાંધી નગર, રાજુનગર નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર (મહા) નો ઉચ્છલ ફુલવાડી ત્રણ રસ્તા પાસે ઉભેલ છે. જેણે શરીરે આછા વાદળી કલરની અડધી બાંયની ટીશર્ટ તથા કમરે ડાર્ક વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. દરમિયાન બાતમી હકિકત્ત વર્ણન વાળો વ્યિકત મળી આવતા તેને પકડી પાડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

(૧) શ્રી એન.જી.પાંચાણી, એલ.સી.બી., જી.તાપી

(૨) ASI.જગદીશભાઈ જરારામ

(૩) ASI જયેશભાઇ લીલકીયાભાઈ

(૪) ASI આનંદજી ચેમાભાઇ

(૫) HC અનિરૂધ્ધસિંહ દેવસિંહ

(૬) અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ

(૭) પો.કોન્સ.રાહુલભાઈ દિગ્મબરભાઇ

(૮) અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈ, નોકરી તમામ LCB/પેરોલ ફર્લો સ્કોડ નાઓએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other